હું શોધવા માંગુ છું
તારી ઝીલ જેવી આંખોમાં
મારું પ્રતિબિંબ
જૂનું તેજ હું
એક બાર અડવા માંગુ છું
ગુલાબની પાંખડી જેવા
રક્તિમ હોઠોને
લાલિમાભર્યા ગાલોને
હું ફરી તારી તાવથી પીડાતા
માથા પર હાથ મૂકી
તપિશ અનુભવા
માંગુ છું
હું થોડી વાર
તારી સામે બેસી
શ્વાસોની વધતી-ઘટતી
ગતિ પર તારા
નિયંત્રણને ચકાસવા
માંગુ છું
થોડી પળો જ ભલે
વિતેલા સમયને
એક વાર ફરી
તારી સાથે વિતાવવા
માંગુ છું.







