તારો સોહામણો ચહેરો જોઈને
બાગની કળીઓ પણ
તને ઝૂકીને સલામ કરતી હતી મા!
સ્નેહની સરવાણી વહેતી’ તી સદા
તારી નમણી આંખોમાં.
પણ આજે?
તારા કરમાયેલા હોઠો પર આવી વસ્યા છે
ઠાલા ખુશીઓના ઠામ.
તારી પાંપણો પર જામી ગયા છે
અશ્રુબિંદુઓનાં તોરણ!સમેટાઇ ગયો છે તારો સંસાર
એક એયર બેગમાં…..
જેમાં છે થોડા વસ્ત્રો,
દવાઓનું બોક્સ,
ચશ્મા, તુલસીની માળા,
એક કલમ અને કાગળનો એક ટુકડો
જેમાં તારા પોતીકાઓના સરનામા છે
અને ફોન નંબર પણ!
બાગની કળીઓ પણ
તને ઝૂકીને સલામ કરતી હતી મા!
સ્નેહની સરવાણી વહેતી’ તી સદા
તારી નમણી આંખોમાં.
પણ આજે?
તારા કરમાયેલા હોઠો પર આવી વસ્યા છે
ઠાલા ખુશીઓના ઠામ.
તારી પાંપણો પર જામી ગયા છે
અશ્રુબિંદુઓનાં તોરણ!સમેટાઇ ગયો છે તારો સંસાર
એક એયર બેગમાં…..
જેમાં છે થોડા વસ્ત્રો,
દવાઓનું બોક્સ,
ચશ્મા, તુલસીની માળા,
એક કલમ અને કાગળનો એક ટુકડો
જેમાં તારા પોતીકાઓના સરનામા છે
અને ફોન નંબર પણ!
રાત રાત ભર જાગે છે તું!
હું ઇચ્છું છું કે
તારી મા બની જાઉં
તારા માટે
એક મીઠું હાલરડું ગાઉં,
તારું માથું ખોળામાં લઈ
હળવે હાથે થપથપાવું.
પણ શું કરું મા?
હું પણ એ જ સંસારમાં વ્યસ્ત છું,
એ જાણવા છતાંય
કે સમેટાઇ જશે એક દિવસ
મારો સંસાર પણ એક એયર બેગમાં!
હું ઇચ્છું છું કે
તારી મા બની જાઉં
તારા માટે
એક મીઠું હાલરડું ગાઉં,
તારું માથું ખોળામાં લઈ
હળવે હાથે થપથપાવું.
પણ શું કરું મા?
હું પણ એ જ સંસારમાં વ્યસ્ત છું,
એ જાણવા છતાંય
કે સમેટાઇ જશે એક દિવસ
મારો સંસાર પણ એક એયર બેગમાં!