૧) અપ્રેલ ફૂલ
દૂરદેશ રહતી સખી સાથે વાત થઈ
જાણે વર્ષો પછી મુલાકાત થઈ
મેં કહ્યું વાત તો એ બધી ચાલી છે
મારા દેશમાં તો ચારેકોર ખુશાલી છે
બાળકો મજૂરી કરતા નથી
અને વડીલો કોઈ થી ડરતા નથી
બધાના હાથમાં કામ છે
વસ્તુઓના ઓછાં દામ છે
ધર્મના નામે રાજનીતિ નથી
અહિયા કોઈ અનીતિ નથી
આતંકવાદનો નથી નિશાન
બધી કોમો એક સમાન
ભ્રષ્ટાચારનો નામ નથી
ને દુરાચાર નું કામ નથી
સાંભળી મારી વાણી
સખી ગુસ્સે ભરાણી
સખી કહે ” મારા દેશમાં તો અશાંતિ
અને અરાજકતા છે
તારા દેશ જેવી
ક્યાં શાંતિ અને એકતા છે”?
મેં કહ્યું “સખી તું કેમ મારી વાતો માં અટવાઇ
મેં તો તને એપ્રિલ ફૂલ બનાઈ
દુઆ કર સખી સ્વપ્ન આપણુું ફળી જાય
અને આપણાં સપનાનું દેશ અમને મળી જાય”
*******************
૨) હિસાબ
દાદી,
મેં ચોપડીમાં વાંચ્યું છે
કે ચોમાસામાં જાતજાતના
ને ભાતભાતના છોડ રોપાય છે
એ છોડમાંથી વૃક્ષો થાય છે
અને એ વૃક્ષો પર
રંગબેરંગી ફૂલો
અને ખાટા મીઠા
ફળો થાય છે
પણ અહિયાં તો
દરેક મૌસમમાં વૃક્ષો
કપાય છે
દરેક જગ્યાઅએ નાની મોટી ઇમારતો જ
ચણાય છે
વળી એ ઇમારતો પર
ટેલિફોનના ટાવર અને ટીવીની એન્ટીના
ઉગાય છે
તો શું દાદી,
ભવિષ્યમાં આવું થાશે કે માણસ ફળ મેવાના બદલે ટેલિફોનના ટાવર
અને ટીવી એન્ટીના ના કટકા ખાશે?
અને શું ભવિષ્યમાં
એ ઇમારતોથી ઓક્સિજન મળશે?
અને ઠંડો છાંયડો પણ થાશે?
મોનુના સવાલોથી દાદી છે સ્તબ્ધ
જવાબમાં તેમની પાસે નથી કોઈ શબ્દ
આજે દાદીનો છે, કાલે અમારો વારો પણ આવશે
ભૂલકાઓના સવાલોથી નિઃશબ્દ થવાશે
બગડેલા પર્યાવરણ માટે જવાબ માંગવામાં આવશે
આપણા સૌથી પૂરેપૂરો હિસાબ માંગવામાં આવશે.