હું નારી છું…!
કાજલભરી આંખની
પલક છું!
વાતોની મીઠી ઝલક છું!
કુદરતની ફુલમાલા છું!
જરુર પડે ત્યાં જ્વાલા છું!ક્યાંક પ્રબંધ છું.
ક્યાંક સબંધ છું.
ક્યાંક નિર્બંધ છું.નૃત્યની અંગભંગિમા છું!
ઓઢણીના પાલવમાં છું!
ચંદ્રની ચાંદનીમાં છું!
સૂર્યની લાલિમા છું!ક્યાંક સીતા છું.
ક્યાંક સાવિત્રિ છું.
ક્યાંક સરસ્વતી છું.કવિતાને જોડતી કડી છું!
દુ:શાસનોની બેડી છું!
શકુનિઓ સામે ટેઢી છું!
કૃષ્ણના દડાની ગેડી છું!ક્યાંક દીવાદાંડી છું.
ક્યાંક પગદંડી છું.
કયાંક રણચંડી છું.
પલક છું!
વાતોની મીઠી ઝલક છું!
કુદરતની ફુલમાલા છું!
જરુર પડે ત્યાં જ્વાલા છું!ક્યાંક પ્રબંધ છું.
ક્યાંક સબંધ છું.
ક્યાંક નિર્બંધ છું.નૃત્યની અંગભંગિમા છું!
ઓઢણીના પાલવમાં છું!
ચંદ્રની ચાંદનીમાં છું!
સૂર્યની લાલિમા છું!ક્યાંક સીતા છું.
ક્યાંક સાવિત્રિ છું.
ક્યાંક સરસ્વતી છું.કવિતાને જોડતી કડી છું!
દુ:શાસનોની બેડી છું!
શકુનિઓ સામે ટેઢી છું!
કૃષ્ણના દડાની ગેડી છું!ક્યાંક દીવાદાંડી છું.
ક્યાંક પગદંડી છું.
કયાંક રણચંડી છું.
હા, હું નારી છું!
***************
શેની છે ખોજ!
મારા અંતરમાં ઉભરાય
ઘૂઘવતો દરિયો ને કલરવની મોજ!
ચંદ્રચકોરી,
તારે હવે બીજી શેની છે ખોજ !
દરિયાની છોળો એ તારો ખોળો
ને ખોળે ભરતી-ઓટની
રમત રમાય રોજ!
પેલી રુપેરી રેતી ને છીપલે મઢું તને
ચંદ્રચકોરી,
તારે હવે બીજી શેની છે ખોજ !
દરિયામાં ડૂબતો એ સૂરજનો ગોળો
ને ગોળે ભરાય કેસરિયા
વહાલનો હોજ !
પેલું રંગીન આકાશ ઓઢાઢું તને
ચંદ્રચકોરી,
તારે હવે બીજી શેની છે ખોજ !
દરિયે અફળાતો મારો પડધો
ને પડઘામાં તારું નામ
પડઘાય રોજરોજ!
ઘૂઘવતા સાગરને સાંભળ ચકોરી,
પૂરી થશે તારી ખોજ!
તારે હવે બીજી શેની છે
ખોજ!