છાયા પ્રતિછાયા
ઘેરાતી માલિની
ને વેરાતી વાતો!
રહી રહી ને અથડાતી,
કોરી ને સંકડાતી
મારાં માંહ્યલા ની વાતો.
ઘેરાતી આ રાતો માં મનથી મહોરતી
કોણ જાણે કંઇ આ વાતો?
સુન્દરી!અણસાર તો દે જરી!
કે ક્યાં પહોર ને સરનામે
માલિની ખળખળે છે તારી આંખો માં?
ને ક્યાં વેતસમંડપ ની વેલીઓ સઘળી
હિલ્લોળે હિંચે છે તારી લાંબી લટો માં!
सुंઘી सुंઘી ને થાકુ,
તોય પાછું પૂછું હું મારાં હાથ ને,
કે તને સ્પર્શવાનુ સૌભાગ્ય મળ્યુ તુ’મને
સાવ પાક્કું!
સઘળું છે મૌન ભર્યું
જાણે અંધકાર થી ડર્યુ!
બસ! ગૂંજે છે તારો એ સ્વર!
ઘેરાતી માલિની,ને વેરાતી વાતો
ને,કેવો આ રવ!
સુન્દરી!અણસાર તો દે જરી!
(કાવ્યસંદર્ભ: દુષ્યન્ત ની શકુન્તલા વિસ્મૃતિ)
*****************
ચૈતર
ચૈતર ના
ધખતા બપોરે
ઘર ની ગોખે
ઘૂઘવતી
કપોત જોડી માં
મહેકતું
બાળપણ રેશમ રેશમીયુ.
પિતા નો સિંહનાદ
ને
માતા ની મમતા નું
એ ગાતું ગોકુળીયુ!
નમતી સાંજે
કપોત એક
ઉડ્યું
ને પછી બીજું!
હવે
ધખે છે
ચૈતર.