1. કહો ભૂલું હું કેમ?
રૂડી રંગોળી ને ઝગમગતા દીવડા,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
આવે બેસતુ વરસ, લાવે હૈયે સબરસ,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
ફાગણના રંગ, મારા ભેરુઓને સંગ,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
જામે નવલી નવરાત ને ઝૂમે ગુજરાત,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
મારું વહાલું એ ઘર, મારુ વહાલું નગર.
કહો ભૂલું હું કેમ? મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
*******************
2. વરસાદી મોસમ
વરસાદી મોસમ,
મારી મનગમતી મોસમ.
આ ધરતી લીલીછમ,
વરસતા ફોરાંની સરગમ!
ભીંજાતા સઘળા વૃક્ષ,
હરખાતું વનરાવન.
વતનની મીઠી યાદમાં
છલકાતું મારું મન!
યાદ આવે એ કેડીઓ
ને ભીંજાતી પાંપણ.
અનરાધાર વહેતી શેરીઓ,
ભૂલવાની મથામણ!