એ પળ હશે એક યુગથીય ન્યારી
મીઠી મધુરી છે યાદ તમારી,
છીનવી લઈ જાય નીંદર મારી
સપનાય વીતે તમને નિહાળી,
ખયાલોમાં તમને વિચારી વિચારી!
તમન્ના અધૂરી રહી જાય મારી,
મુજથી જુદા શાને રાહ તમારી.
થાકીને લોચન હું દઉ છું રે ઢાળી,
ગીતોમાં તમને ઉતારી ઉતારી!
પ્રીત તમારી છે જગથીય ન્યારી,
જોઉં છું હર પળ હું વાટ તમારી.
ખીલશે જ્યારે ગુલાબોની ક્યારી,
એ પળ હશે એક યુગથીય ન્યારી!
– मल्लिका मुखर्जी