તારી વાતોમાં છે મારું માદરે વતન,
તારા દિલમાં ધબકે છે મારું મોંઘું રતન.
કાચી માટીનો હું તો માનવી છું,
જાણું અંતે છે બધું એકનું એક.
તોય અહીં વહેતા વાયરામાં કેમ,
મને આવે છે ત્યાંના ફૂલોની મહેક!
તારી વાતોમાં છે મારું એ વનરાવન,
તારા દિલમાં ધબકે છે મોંઘુ રતન.
વર્ષોનાં વહાણાં વહી ગયા પણ,
શોધું છું સંબંધોની એ સુવાસ.
મારું ઘર, આંગણું, મારું એ શહેર;
જેને એક વાર મળવાની છે મારી આસ.
તારી વાતોમાં છે મારું ગમતું કવન,
તારા દિલમાં ધબકે છે મારું મોંઘું રતન.