એક સવાલ
એક નજર નાખો ને
એક નજરથી બધું કહેવાશે ખરું?
હૃદયમાં લાગણી હોય તો
બીજા હૃદયથી વંચાશે ખરું?
વહેતી અવિરત આ પ્રેમરંગત નજરમાં
બીજી નજરથી છુપાશે ખરું?
બીજામાં જડ્યા ખુદના અંશો
પછી કોઈ ખુદમાં ખોવાશે ખરું?
એક સરનામું હૃદયે લખી આપો
વિશ્વાશ ખરો? કે કોઈ ત્યાં રોકાશે ખરું?
ગહેરો કેવો આ પ્રેમ દરિયો
કોઈ સાચું મોતી જાતે ઉપર ડોકાશે ખરું?
દર્દ ભાળી સામી નજરે
પછી ખુદનું આસું રોકાશે ખરું?
*******************
એક કરોળિયો
એક જીવંત ઘર બનાવી ગયો
જાણે કુદરતને સજાવી ગયો…
મહેનતે પગલાં કર્યા કંકુના
“ઝાકળ સમું” આ ઘર દર્શાવી ગયો ..
તાંતણે તાંતણે છે જિંદગી
થોડી કાળજી બતાવી ગયો ..
ક્યાં હતું હંમેશા માટે
થોડા માટે વહાલ વરસાવી ગયો..
લાર સમા તાર કેવા ગોઠવ્યા
ક્ષણિક પણ ઉત્તમ કારીગરી
ડાળ સહારે બનાવી ગયો
એક કરોળિયો ઘર બનાવી ગયો