સુપ્રભાત!
જતીન કાકોટકરની ઉંમર લગભગ 60 વર્ષની છે, પરંતુ તે હજી પણ સ્વસ્થ અને સક્રિય છે.
તે દરેક નવા દિવસની ઉત્સાહપૂર્વક રાહ જુએ છે.
જતીન હંમેશા 5 વાગે ઉઠી જાય છે.
તેને ઘણું કામ કરવું પડે છે, પરંતુ જતીન માટે માતા-પિતા ની શિખામણ મુજબ “કામ એ જ
સાચી પૂજા” છે.
તેને તૈયાર થવામાં ક્યારેય વધારે સમય લાગતો નથી. લક્ષ્મી – તેની પત્ની વહેલી સવારે ચા
બનાવી રાખે છે, અને સાથે હળવો નાસ્તો પણ હોય છે .
નાસ્તામાં મૉટે ભાગે ગઈકાલની વધેલી રોટલી કે બ્રેડની સ્લાઈસ હોય છે, જો તે ખરીદવાના
પૈસા હોય તો. જો કે દિવસ દરમ્યાન તેને નોકરીમાં જમવાનું હંમેશા મળી રહે છે.
આજે પણ જતીન રોજની જેમ નહાઈને ઝડપથી તૈયાર થઇ ગયો.
અને 5.45 સુધીમાં સાહેબે આપેલો યુનિફોર્મ પહેરીને કામે જવા નીકળી ગયો.
બીજી તરફ, જતીનના ઘરથી થોડે જ દૂર, 48 વર્ષના વિજય શેઠની પણ આજે સવાર પડી.
વિજયને સવારે વહેલા ઊઠવાનો ખાસ ઉત્સાહ હોતો નથી.
તે શાંતિથી 9 વાગે ઉઠવામાં જ માને છે.
આંખો ઉઘાડીને તરત જ તેણે પલંગની બાજુમાં મૂકેલી થાયરોઇડ, બ્લડપ્રેશર, અને કોલેસ્ટેરોલ માટેની દવાઓ લઇ
લીધી.
હવેથી અડધો કલાક તેનો બેડ-ટી ટાઈમ હતો.
વિજયે સુંદર રીતે સજાવેલી ટ્રેમાં મૂકેલો તાજો નારંગીનો રસ પીધો અને પોતાને ભાવતી ઉપમા ખાધી. પછી કંટાળીને
અત્યંત વૈભવશાળી ઓરડાની ખૂબસુરત બાથરૂમમાં તે નાહવા ગયો.
પરંતુ આ શું ? આજે આવી ગેરવ્યવસ્થા કેમ હતી ?
થોડી ક્ષણોમાં બાથરૂમનો દરવાજો ખોલીને વિજયે ઘાંટો પડ્યો, ” જતીન ! મારાં કપડાં આજે ગોઠવાયા નથી ? હું
કેવી રીતે સમયસર ઓફિસે પહોંચું ? તને સમયની કિંમત જ નથી ?”
વિજય સાહેબનો ઉગ્ર અવાજ સાંભળીને જતીન રસોડામાંથી દોડ્યો – ગઈકાલે સાંજે તે ઈસ્ત્રી કરેલાં શેઠનાં કપડાં
યોગ્ય ઠેકાણે મૂકવાનું ભૂલી ગયો હતો !
જતીનને બહુ ક્ષોભ થયો. આ પહેલાં તેનાથી ક્યારેય આવી ભૂલ થઇ ન હતી.
આગલે દિવસે લક્ષ્મી માંદી પડી હતી. તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો.
ઘેરથી રાજુ બોલાવવા આવ્યો, ” પપ્પા, મમ્મી ને બહુ તાવ છે. તમને બોલાવે છે.”
જેમ તેમ કામ પતાવીને રાત્રે 9.30 વાગ્યે તે ઘેર પહોંચ્યો, ત્યારે કોઈ ડૉક્ટર મળે તેમ ન હતું.
તાવ ઉતારવાનો એક જ ઈલાજ હતો. વાડકીમાં પાણી લઈને તે લક્ષ્મીને પોતાં મૂકવા બેઠોં.
વહેલી સવારે લક્ષ્મીએ આંખો ખોલી, “હાશ ! કૈંક ઠીક લાગે છે હોં ! “
જતીન પાસે હવે સૂવાનો સમય ન હતો.
************
આજે પણ જતીન રોજની જેમ નહાઈને ઝડપથી તૈયાર થઇ ગયો.
અને 5.45 સુધીમાં સાહેબે આપેલો યુનિફોર્મ પહેરીને કામે જવા નીકળી ગયો.
************
જતીનને વિજય શેઠ માટે ખૂબ માન હતું.
શેઠનાં કામમાં ઢીલ થાય તે કેમ ચાલે ?
તેઓ કેટલા મહેનતુ છે, અને એક દસકામાં તો તેમણે અઢળક ધન કમાઈ જાણ્યું હતું !
તે રાતોરાત જાગીને કામ કરતા, અને દેશ વિદેશનાં મહેમાનોને આમંત્રતા ! શું તેમની વાત કરવાની ચપળતા, અને
હિમ્મત ! શું તેમની સામી વ્યક્તિને ખુશ કરી દેવાની આવડત !
જતીન કાકોટકર ની એક માત્ર ઈચ્છા – સ્વપ્ન હતું- કે એક દિવસ પોતાનો પુત્ર પણ વિજય સાહેબ જેવો સફળ
બિઝનેસમેન બને !
– स्मिता ध्रुव