એક અસભ્ય સવાલ
મૂળ કૃતિ: હૂબનાથ
અનુવાદ: ખેવના
એમને જાણવું છે
કે સ્ત્રીઓ
શું કરી રહી છે
ખેડૂત આંદોલનમાં
એમને બહુ જૂની ટેવ છે:
સ્ત્રીઓને ઘરમાં જ
લક્ષ્મણરેખાની અંદર
જોવાની
સ્ત્રીઓને પથારીમાં જ જોવાની
મનોરંજન કરાવતાં
રમકડાંની જેમ
બહુ મહેનતથી બનાવ્યું છે
એમણે સ્ત્રીઓનું સ્થાન
જૂતાં પાસે
બળતણના લાકડા જેવી
રસોડે ધૂંધવાતી સ્ત્રી
માથે પાણીના બેડલાં મૂકી
કુટુંબનું પાણી સાચવતી
છાણાં થાપતી
ઇંધણાં વીણતી
કણકના પહાડ બાંધતી
દુનિયા આખીનાં કપડાં
ધોકે ધોકે ધોતી
ઘાટે
મસાણે
પુરુષના અંગુઠા તળે
અકળાતી
ચગદાતી
કકળતી
ગૂંગળાતી
બળતી
મરી મરીને જીવતી
જીવતે જીવત મરતી
સત્તાને ઉંબરે નાક ઘસતી
માથું ફોડતી
તળિયાં ઘસતી સ્ત્રીઓને જોવાની
બહુ જૂની ટેવ છે એ લોકોને
લડતી સ્ત્રીઓ
ઝગડતી સ્ત્રીઓ
હક્ક માંગતી
ન્યાયના પોકાર કરતી
મોટે અવાજે ચીસો પાડતી
નાચતી ગાતી
સૂત્રોચ્ચાર કરતી
પુરુષો સાથે ખભેખભો મેળવીને જ નહીં
પણ આખી વ્યવસ્થા પોતાને ખભે ઉપાડતી
સ્ત્રી એમને મન
કોઈ પણ સભ્ય સમાજ માટે ઠીક ન કહેવાય
પોતાની ચીંધેલી લાયકાત બહાર
નીકળતાં જ
સ્ત્રીઓ બની જાય છે માનવ
અને સ્ત્રીઓનું માનવ થવું
અસભ્યતાનું લક્ષણ કહેવાય
એટલે જ
પૂછી રહ્યા છે એ લોકો
એકદમ નિર્દોષ પણ
એક અસભ્ય સવાલ
કે સ્ત્રીઓ કરી શું રહી છે
ખેડૂત આંદોલનમાં?
એ લોકો ભૂલી જાય છે કે
ધરતી પર ખેતીની શરૂઆત
સ્ત્રીઓએ જ કરેલી
કદાચ એ લોકો એ પણ ભૂલી ગયા છે
કે ધરતીને તો મા પણ કહેવાય છે
અને દરેક મા પહેલાં સ્ત્રી હોય છે
માઈ લોર્ડ.
***************
एक असभ्य सवाल
कवि – हुबनाथ
वे जानना चाहते हैं
कि क्या कर रही हैं
औरतें
किसान आंदोलन में
इन्हें बहुत पुरानी आदत है
औरतों को
घर में देखने की
लक्ष्मण रेखा के भीतर
औरतों को
बिस्तर पर देखने की
दिल बहलाव के
खिलौनों की तरह
इन्होंने बनाई है
बड़ी मशक्कत से जगह
औरतों के लिए
जूतियों के पास
सीली लकड़ी की तरह
रसोईं में धुंधुआती औरतें
घड़ों पानी सिर पर लादे
खानदान का पानी बचाते
गोबर पाथते
लकड़ियां बीनतें
आटों के पहाड़ सानते
धरती का सारा कपड़ा
पटक पटक पछींटतें
पनघट पर
मरघट पर
पौरुष के अंगूठे तले
कसमसाती
बिलबिलाती
घुटती जलती
मर मर जीती
जीते जी मरती
सत्ता की चौखट पर
नाक रगड़ती
माथा फोड़ती
एड़ियां घिसतीं औरतें
देखने की
देखते रहने की
बहुत पुरानी आदत है इन्हें
लड़ती औरतें
झगड़ती औरतें
हक़ मागतीं
न्याय गुहारती
ऊंची आवाज़ में चीखती
चिल्लातीं नाचती गाती
– डॉ. खेवना देसाई