અનુવાદ
નિર્દય માતા
મેં એક માતાને જોઈ છે,
હા, એક બાળકને તેની પોતાની જ “માં”થી વિખૂટી પાડતા,
જોઈ છે,
એક બાળક પાસેથી,
તેનાં જ સ્વપ્નો ઝૂંટવી લેતી
માતા,
તેના હાલરડા,
તેની કાલીઘેલી ભાષામાં ગવાતાં
અડકો દડકો દહીં દડૂકો,
અને
ચકા ચકી ની વાર્તા,
હા, મેં જોઈ છે એવી માતા
જેણે તેના બાળકના ભાગે આવતા
ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર,
તારલા, નદી, સરોવર, વૃક્ષ,
અને
આકાશમાં ઉડતા મુક્ત પંખીઓને
તેની પાસેથી ઝૂંટવી લેતાં,
એ બાળકની આસપાસ નું જે વિશ્વ છે, દ્રશ્યમાન
જેને તે હૃદય ના ઊંડાણ થી અનુભવે છે,
અને હૃદયના ઊંડાણની ભીતર થી
બહારનાં વિશ્વમાં પ્રગટ થવા મથતા,
તેનાં કાલા ઘેલા ઉદગારો ને
નિર્દયતાપૂર્વક ડામી દેતા,
હા…..
તે બાળક પાસેથી તેની માતૃભાષામાં,
બોલવા, વિચારવા, સમજવા અને
સાંભળવાના મૂળ અને પાયાનાં
હક્કો ઉપર બળજબરીપૂર્વક
નિયંત્રણ લાદતા…..
હા…
મેં એક નિર્દય માતા જોઈ છે..
:
“મેં અરીસો જોયો છે….”
અનુવાદ: નીતા વ્યાસ.
મૂળ રચના઼.: बेरहम मां
રચનાકાર: દિવ્યા વિધાણી
નોંધ:
(પ્રિય સખી, કવિયત્રી, લેખિકા અને અનુવાદક શ્રીમતી દિવ્યા વિધાણી ની કલમે હિન્દી માં લખાયેલ હૃદયસ્પર્શી કવિતા
“बेरहम मां” થી પ્રેરિત થઈ તેનું ગુજરાતીમાં અનુવાદ કરવા નો વિચાર સ્ફૂર્યો. તેઓ જ્યારે એક વખત બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને બાજુમાં એક યુવતી પોતાના બાળક સાથે બસની રાહ જોતી ઊભી હતી. થોડી થોડી વારે બાળક તેની માતાને સિંધી ભાષા માં કંઈક પૂછ્યા કરતો હતો, પરંતુ તેની માતા તેને બળજબરીપૂર્વક સિંધી માં નહિ પરંતુ અંગ્રેજીમાં જ વાત કરવાનો આગ્રહ કરી રહી હતી. દિવ્યા જીને આ વાત મનમાં ખૂબ જ ખૂંચી, પરંતુ આ પ્રસંગે તેમને પણ વિચારતા કરી મૂકી દીધા કે”મેં પણ મારા બાળકોને શિક્ષણ માતૃભાષામાં તો નથી જ અપાવ્યું
ને!!!!!!”
અને તેમણે પોતાના હૃદય ઉદગારો ને સુંદર શબ્દોમાં પરોવ્યા..
– નીતા વ્યાસ..
************
बेरहम माँ
मैंने एक माँ को देखा है,
एक बच्चे को
उसकी माँ से जुदा
करते हुए
उस बच्चे से उसके ख्वाब,
उसकी कल्पनाएं छीनते हुए
उस बच्चे से मीठी लोरियां,
तोतले किस्से कहानियां, कविताएं
छीनते हुए
उस बच्चे से उसके हिस्से के
जमीं आसमां,सूरज, चांद, सितारे,
पेड़, पशु, पक्षी,नदी, समुद्र सब
छीनते हुए
आसपास जो कुछ दिखता है
और जो कुछ महसूस किया
जा सकता है, वो सब,
बयां करने की क्षमता छीनते हुए
उस बच्चे से उसकी मातृभाषा
में सोचने समझने,
सुनने, और बोलने का
बुनियादी हक छीनते हुए
मैंने एक बेरहम माँ को देखा है
हां मैंने आईना देखा है
(दिव्या वीधाणी)
– नीता व्यास