અનુવાદ
મા કહેતી હતી
મા હંમેશા કહેતી,
દુનિયા એટલી સારી નથી
જેટલી તું સમજી બેઠી છે
અને હું તરત જ
મારા ચાર સારા મિત્રોના નામ
ગણાવી દેતી.
મા એમ પણ સમજાવતી,
કોઈના પર ઝટ દઈને
વિશ્વાસ ન કરીએ,
જરા પરખી ને આગળ વધીએ
અને હું તેને અવિશ્વાસુ માની
રિસાઈ જતી.
મા ફરી ફરી કહેતી,
કોઈની આંખમાં
ખરાબ નજરને વાંચવી
કોઈ પુસ્તકમાં લખ્યું નથી,
તોય હું તેના પાનાં
ઉથલાવ્યા કરતી
અને વ્યર્થ શમણાંઓ
સેવ્યા કરતી.
મા પણ હવે હાંફવા લાગી હતી,
એવુું કહેતા કે બેટા મને
તારી ચિંતા છે, વળી
જમાના નો ડર તો ખરો જ.
તારી આ બાલિશતા ક્યારે જશે ?
હું જીભ કાઢી,
ખીખીખી હસવા લાગતી.
કહેતી કે
જા મા, હું ક્યારેય મોટી નહીં થાઉં!
આજે હું
હેરાન-પરેશાન છું
મારાજ દેશમાં.
મારી દીકરીનો હાથ
કસકસાવી ને જકડી રાખી
નિહાળી રહી છું,
આતંક અને ભીંતોની આ ચીસો!
ભયભીત છું,
આજુબાજુ ઘૂમી રહેલા
કાળા ઓછાયાથી.
દેખાવા લાગ્યા છે મને,
લાશોના ઢગલા ઉપર બેઠેલાં
કહેવાતા શિષ્ટ, પરંતુ
ભીતરથી ધૂર્ત અને ચાલબાજ
ચહેરાઓ.
જેમના માટે છે આ એકમાત્ર
“ઘટના”,
જ્યાં સુધી તે ખુદની સાથે ઘટતી!
એક ડુસકા સાથે અચાનક
મારા હોવાપણાનો
વ્યક્ત કરું છું હું શોક.
મા, તું હંમેશા સાચી હતી. આપણા સમાજનું
આજ તો સત્ય છે.
તે સંસાર જોયો છે,
જ્યારે હું
થોડા થોડા અપવાદોને જ
મારી દુનિયા માની,
કાળજામાં સંઘરી બેઠી!
જો તો, હું પણ
હવે એ જ શિખામણ
આપી રહી છું
મારી દીકરીને.
આવડી ગયું છે મને પણ
હસતાં હસતાં રડી પડવું!
સમાચારો જોઈને
આક્રોશ ભર્યા ઉદગારો સાથે,
પાગલની જેમ ચિત્કાર
કરી ઉઠું છું.
મા હવે, કંઈજ નથી કહેતી
ઉદાસ ચહેરે, વિસ્મયતાથી
બસ જોયા કરે છે મને!
અનુવાદ- નીતા વ્યાસ
(કવયિત્રી પ્રીતિ ‘અજ્ઞાત’ ના
હિન્દી કાવ્ય-સંગ્રહ
“મધ્યાંતર” માં થી, કવિતા – माँ कहतीं थीं)
———–
माँ कहतीं थीं
माँ हरदम कहतीं
दुनिया उतनी अच्छी नहीं
जितनी तुम माने बैठी हो
और मैं तुरंत ही
चार अच्छे दोस्तों के नाम
गिना दिया करती
माँ ये भी समझातीं
हरेक पे झट से विश्वास न करो,
जांचो-परखो, फिर आगे बढ़ो
और मैं उन्हें शक्की मान
रूठ जाया करती
माँ आगे बतातीं
आँखों की गंदगी पढ़ना
किताबों में नहीं लिखा होता!
मैं फिर भी उन पन्नों में घुस
बेफ़िज़ूल ख़्वाब सजाया करती
माँ थकने लगीं, ये कहते हुए
तेरी चिंता है बेटा
औ’ जमाने का डर भी,
यूँ भी तुम्हारा बचपना जाता ही नहीं
मैं जीभ निकाल, खी-खी
हँस दिया करती
कि जाओ मैं बड़ी होऊंगी ही न कभी!
इन दिनों मैं
हैराँ, परेशां भटकती
अपने ही देश में
अपनी बेटी का हाथ
कस के थामे
देखती हूँ आतंक
दीवारों की चीखों का
भयभीत हूँ
इर्दगिर्द घूमते काले सायों से
दिखने लगे
लाशों के ढेर पर बैठे
सफ़ेदपोश, मक्कार चेहरे
जिनके लिए है ये मात्र ‘घटना’
खुद पर घटित न होने तक
सुबक पढ़ती हूँ अचानक
और मनाती हूँ मातम
अपने ‘होने’ का
माँ, तुम ठीक ही कहतीं थीं हमेशा
सामान्य तौर पर
यही तो सच है, इस समाज का
तुमने ‘दुनिया’ देखी थी
और मैं अपवादों को
अपनी ‘सारी दुनिया’ मान
सीने से लगाए बैठी थी
देखो न, अब मैं भी
दोहराने लगीं हूँ यही सब
अपनी ही बेटी के साथ!
सीख गई हूँ बड़बड़ाना,
औ’ हँसते-हँसते रो देना
समाचारों को देख
पागलपन की हद तक
खीजती-चीखती भी हूँ
माँ आजकल, कुछ नहीं कहतीं!
बस, उदास चेहरा लिए
हैरानगी से देखतीं है मुझे!
(प्रीति ‘अज्ञात’)
– नीता व्यास