दिसम्बर 2020
अंक - 65 | कुल अंक - 66
प्रज्ञा प्रकाशन, सांचोर द्वारा प्रकाशित

प्रधान संपादक : के.पी. 'अनमोल'
संस्थापक एवं संपादक: प्रीति 'अज्ञात'
तकनीकी संपादक : मोहम्मद इमरान खान

गुजराती साहित्य
સમજ 
 
આભ સુધી પહોંચવા માટે અગાશીને સમજ
સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ.
 
એ પછી સમજી શકાશે લાગણી ને માગણી,
સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ.
 
પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો –
દોસ્ત, પ્હેલાં ઝાડમાં ગોપિત ઉદાસીને સમજ.
 
પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો
આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ.
 
એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી -
મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ.
 
*******************
 
સાચવું છું ત્યારથી 
 
જ્યારથી નિરાંતને હું સાચવું છું ત્યારથી
શબ્દ-સ્વરના પોતને હું સાચવું છું ત્યારથી
 
જોઈ છે ખુલ્લા હૃદયના માણસોની અવદશા
દોસ્ત, મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.
 
સાંભળ્યું છે રણ થવાનો આખરે દરિયો કદી –
લાગણીના સ્રોતને હું સાચવું છું ત્યારથી.
 
પગથિયાં કે સેતુ કે બનશે કદી એ શિલ્પ પણ
પથરિલાં આઘાતને હું સાચવું છું ત્યારથી.
 
ભીડમાં જાણ્યું કે ખોવાઈ જશે પોતાપણું –
ભરચક્ક એકાંતને હું સાચવું છું ત્યારથી.
 
આંખની ભીનાશમાં છે પૂરની પણ શક્યતા
મૌન ઝંઝાવાતને હું સાચવું છું ત્યારથી.
 
સૂર્ય જેવા સૂર્યને પણ ડૂબતો જોયા પછી,
કોડિયાની રાતને હું સાચવું છું ત્યારથી.
 

- छाया त्रिवेदी

रचनाकार परिचय
छाया त्रिवेदी

पत्रिका में आपका योगदान . . .
गिरा गुर्जरी (1)