दिसम्बर 2020
अंक - 65 | कुल अंक - 66
प्रज्ञा प्रकाशन, सांचोर द्वारा प्रकाशित

प्रधान संपादक : के.पी. 'अनमोल'
संस्थापक एवं संपादक: प्रीति 'अज्ञात'
तकनीकी संपादक : मोहम्मद इमरान खान

गुजराती साहित्य
મારી જાતમાં

કહી દઉં તમને ય હું કશે વાત વાતમાં,
ભોળી હું પ્રાર્થું સૌની ભલાઈ ઘાતમાં,

મરીમસાલો નહીવત છે મારી જાતમાં,
તોય દરેક સ્વાદ મળશે મારી ચાહમાં,

ગુસ્સો સૌથી ટોચે સ્વભાવની નાતમાં,
એટલે લઉં સૌ નિર્ણય ચાંદની રાતમાં,

ભલે કર્કશતા હશે થોડી-ઘણી સાદમાં,
કોઈનું બૂરું ન ઈચ્છયું, મેં કદી વાદમાં,

ને એટલે ગણતરી કરું, ઊંચી જ્ઞાતમાં,
કયારેક વણબોલ્યું કાઢું, લખી ખાતમાં,

પછી રાખું દૂર અવિશ્વાસ, બધી બાતમાં,
નિશ્ચિત ડૂબવું છે નામશેષ પછી પાતમાં,

ન ભેળવી જાત મારી કદી એ 'સાત'માં,
છું અજાયબી નિરાળી સઘળી ભાતમાં.

લખ્યું સઘળું મેં, બોલું છું ય હું ભાનમાં,
બાકી વાતો મેં તુજ સાટું રાખી સાનમાં.


* ખાત - લખાણ

*******************

જાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,
આળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

પ્યાસ ટાણે તરસે છો જળ આંખમાં,
ગાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

ભીતરે ભીંતે કર્યાં'તાં દાદરા,
માળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

જીવડાને મૂક મૂકીને હાલતાં,
પાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

દીસે જગને કો' ન ધૂતારાપણાં,
તાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

લાભનાં સૌ લોભિયા, બાદ પારકાં,
છાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

જળ કરે છો માર્ગ એનાં વ્હેણનાં,
ખાળિયું બંધ, ના દેખાયું બ્હારથી,

સત કરે સો પ્રયત્નો કુષ્ઠ પામવા,
કાળિયું બંધ, ના દેખાયું બ્હારથી.


*
આળિયું - બખોલ
ગાળિયું- ગાળાવાળું દોરડું
માળિયું - છજું
પાળિયું - ક્યારાંનો સમૂહ
તાળીયું - તાળીમિત્રો
છાળિયું - ઘેટું બકરું
ખાળિયું - પાણી જવાનો બાંધેલ રસ્તો
કુષ્ઠ - ઝેર
કાળિયું - અફીણ
 

- निराली पटेल

रचनाकार परिचय
निराली पटेल

पत्रिका में आपका योगदान . . .
गिरा गुर्जरी (1)