अक्टूबर-नवम्बर 2020 (संयुक्तांक)
अंक - 64 | कुल अंक - 64
प्रज्ञा प्रकाशन, सांचोर द्वारा प्रकाशित

प्रधान संपादक : के.पी. 'अनमोल'
संस्थापक एवं संपादक: प्रीति 'अज्ञात'
तकनीकी संपादक : मोहम्मद इमरान खान

કવિતા
1.કોઈ કહો
 
કોઈ કહો, કોણ મને સાદ કરે છે,
વીતેલી પળે પળ ને યાદ કરે છે.
વહી ગયા કેટલાં પાણી સાબરના
ને મૌન કિનારાની ફરિયાદ કરે છે.
ધૂંધળી યાદોની વનરાજી વાટે,
નજરોથી નેહનો સંગાથ કરે છે.  
ખોબલે ખોબલે વરસાવી વ્હાલને
શુષ્ક મારી દુનિયા આબાદ કરે છે!
 
***********************
.

2. મારું વહાલું વતન

 

કાળની ગતિ કેવી ન્યારી?

આંખે ઝાંખપ આવી

ત્યાં તેં દીધો મીઠો સાદ,

યાદો ની અકબંધ કથા

ને પ્રેમ નીતરતી વાત!

પહેલો વરસાદ, ભીની માટીની ગંધ,

મલકાતી શેરીઓ ને સ્નેહની સુગંધ!

તારા શબ્દોમાં મારું વહાલું વતન,

મારી યાદોનું કર્યું તેં કેવું જતન! 

 

- अश्विन मॅकवान

रचनाकार परिचय
अश्विन मॅकवान

पत्रिका में आपका योगदान . . .
देशावर (3)गुजराती साहित्य (1)